વરસાદના પહેલા છાંટા….

Standard

Conference રૂમમાં Monthly Review ચાલી રહ્યો હતો અને મારું સંપૂર્ણ ધ્યાન Screen તરફ હતું.  એટલામાં જ રૂમ માં કોઈક આવ્યું અને પહેલા જ વાક્યએ મારું ધ્યાન મિટિંગમાંથી બીજી તરફ દોરી દીધું. વાક્ય હતું, “બહાર વરસાદ આવી રહ્યો છે…” મારી નજર તરત રૂમની બારીઓ તરફ દોડી ગઈ, વરસાદની પહેલી ઝલક લેવા માટે… પણ અફસોસ, રૂમની બધી જ બારીઓ પડદાઓથી ઢંકાયેલ હતી પણ ત્યાંજ મારી નજર એક નાનકડી જગ્યા પર ગઈ જ્યાં પડદો થોડો હટાવેલો હતો અને જ્યાંથી મને બહારની દુનિયાની નાનકડી ઝલક મળી. રોજના ધગધગતા તડકાની જગ્યાએ વાદળોથી ઘેરાયેલા આકાશની નાનકડી ઝલક મને દેખાઈ.

કેટલા દિવસની અસહ્ય ગરમી પછી એક હાંશનો અનુભવ. બંધ રૂમ ના બંધનમાંથી જેવી હું બહાર નીકળી તો મારું સ્વાગત ભીની ભીની ધરતીની મધુર સુવાસે કર્યું. ઓફીસની બહાર આવતા જ સોનેરી સંધ્યાના કિરણો ભીના રસ્તા પર પડતા જોઇને કૈક અહલાદક અનુભવ થયો. લાગ્યું કે જાણે ધરતીના હૈયાને કેટલી ટાઢક વળી હશે!!! રસ્તા, વૃક્ષો, વાહનો બધું જ વરસાદના પહેલા પહેલા છાંટાથી ભીનું…. ઠંડો ઠંડો પવન… અને એ ઠંડા પવનમાં ભળેલી મીઠ્ઠી મીઠ્ઠી ભીની માટીની મહેક… જીવનમાં આનાથી વધુ સુંદર શું હોઈ શકે?

દુપટ્ટાના બંધન વગર મારા રાજરથ (Activa ) પર હું ઓફિસથી નીકળીને અમદાવાદ તરફ આગળ વધી. ગાંધીનગરના રળિયામણા રસ્તા આંખોને ઠંડક આપી રહ્યા હતા. ગાંધીનગરથી અમદાવાદનો રસ્તો આમ તો હંમેશા થાક્દાયી લાગતો હોય છે પણ આજે રસ્તામાં રાહતનો અહેસાસ હતો. લીલા લીલા વૃક્ષોથી છવાયેલ રસ્તા અને ધીમા ધીમા વરસાદના છાંટા જે મને ભીના પણ નહતા કરી રહ્યા અને કોરું રહેવું પણ મુશ્કિલ હતું. શરીરને ભીંજવતો વરસાદ અને મનને ભીંજવતા ગીતોનો સાથ…

જ્યાં પણ નજર જાય ત્યાં લાગે કે આખું અમદાવાદ માત્ર પહેલા પહેલા વરસાદને જ માણી રહ્યું છે. એક નાનકડું બાળક નાના અમથા ખાબોચિયામાં છબછબીયા કરી રહ્યું હતું. તેના મોં પર નું હાસ્ય એકદમ માસુમ હતું. એના માટે વરસાદનું પાણી એ વરસાદનું પાણી જ હતું, તેના માટે તે શુદ્ધ કે અશુદ્ધ નહતું, દાળવડાની લારીઓની આસપાસ ઘેરાયેલા લોકો અને ગરમા ગરમ તેલમાં તળાતા દાળવડા, ભજીયાની મોંમાં પાણી લાવનારી સુગંધ…. શું સાંજ આનાથી સારી હોઈ શકે!!!

6 responses »

  1. hey Riddhi……..

    this is very nice article about rain ……. your words seems that i m also attending that conference at your office….. whatta article…… ……..

    Thanks and Regards,
    Vasim Memon
    0 7698001901

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s